Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

PRESIDENT MESSAGE

Feedback On This Page View Page Feedback

 

વ્હાલા જ્ઞાતીજનો,

          આજના આ શુભ દિવસ ના શુભ અવસરે ૨૨ મા યુવા મેળા ના શુભ પ્રસંગે આપણા સમાજની આધુનિક યુગ ના જરુરીયાત ની માંગણી ને અનુલક્ષીને આપણા સમાજની ડાયનેમીક વેબસાઇટ તથા મોબાઈલ મેસેન્જર સમાજ ને સમર્પિત કરતા ઘણા આનંદ ની લાગણી અનુભવુ છુ.

          આપણા લોકલાડિલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન ડીજીટલ ઇન્ડીયા દ્વારા આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી, આપણા દેશ ને વિશ્વની અંદર નવી ઉંચાઈના ફલક ઉપર લઈ જવા કટિબદ્ધ છે. 

          આમ આ વિચાર ની મૂર્તિમંત કરવા આપણી જ્ઞાતીનો ફાળો કેમ ન હોય ?

તે વિચાર સાથે આપણે જ્ઞાતી વિકાસ નું ફોર્મ ભરવાની ઍક ઝુંબેશ​ ચલાવી,જેનો ચારે દિશાઍથી અદભૂત પ્રતિસાદ મળ્યો, જેના ફળ સ્વરૂપે આપણે પ્રજાપતી જ્ઞાતીજનોના સમાજ ની વિગતો આવરી લેતી સૌ પ્રથમ ડાયનેમીક વેબસાઇટ yuvaprajapati.org માનનીય શ્રી ડૉ. ઍસ. કે. નંદા(I.A.S.) ના વરદ હસ્તે ઉદઘાટન કરી આપની સમક્ષ રજૂ કરી છે. જેનો ઘણો અંત:કરણ થી આનંદ અનુભવુ છું.

          મારા જ્ઞાતીજનો આ વેબસાઇટ ઉપર કૌટુંબિક, ધંધાકીય, વ્યક્તિગત, લગ્નવિષયક, ભણતર, બ્લડ ગ્રુપ જેવી અન્ય ઘણી ઉપયોગી માહિતી, વેબસાઇટ તેમજ મોબાઈલ ઉપર સર્ચ ફેસીલિટી થી તાત્કાલીક મળી શકે છે. જેનો સંપૂર્ણ ફાયદો આપણા જ્ઞાતીના વિકાસમાં તેમજ જ્ઞાતીજનો ના પોતાના કૌટુંબિક, સામાજીક, આર્થિક વિકાસમાં ખૂબજ ફાયદો આપશે તથા આપણા દેશના ડિજીટલાઈઝેન ના યુગ માં મહત્વનો ફાળો બની રહેશે. આમ ANY TIME, ANY WHERE, ANY MEMBER ના કન્સેપ્ટ થી ઈચ્છિત માહિતી મેળવી શકાય છે. 

          આ વેબસાઇટ માં આપણે, આપણા પ્રજાપતી જ્ઞાતીજનોની વધુમાં વધુ માહિતી મુકી, આ આધુનિક યુગના આપણે સહભાગી થઈ આપણા ભારત વર્ષનું,આપણી જ્ઞાતિનું તથા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન સાકાર કરવામાં સહભાગી થવાનો આનંદ અનુભવીઍ છીઍ.


સૌનો સાથ, પ્રજાપતી સમાજ નો વિકાસ......


આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો