Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

PRAJAPATI HISTORY

Feedback On This Page View Page Feedback

-: પ્રજાપતિ સમાજ - ઇતિહાસ ​:-


  હિન્દુ સમાજ માં હજ્જારો જાતિઓ છે. જેમાં કુંભાર (પ્રજાપતિ) જ્ઞાતીની ઉત્પત્તિ ક્યાં અને ક્યારે થઇ તેની રૂપરેખા આપ​વી ખૂબ જ અઘરું કામ છે. તેમ છતા આ જ્ઞાતીઓની ઉત્પત્તિ જાણ​વા આપણે પ્રાચીન ઈતિહાસ અને ધામિઁક ગ્રંથો ઉપર આધાર રાખવો પડે છે.

પ્રાચીન ઈતિહાસ અનુસાર :-

૧) ઘણા વિદ્વાનો માને છે : આદિમાનવનો વિકાસ સર્વ પ્રથમ પંજાબ પ્રાંતની સિંધુ અને ઝેલમ નદીના મેદાનમાં થયો હતો. ખેતીવાડીની શરૂઆત માનવે અહીંથી કરી.અનાજ સંગ્રહવા માટે માટીના ઘડા જેવા વાસણો બનાવતા શીખ્યા. તેમજ અન્ય નાના-મોટા ગ્રૃહઉપયોગી પાત્રો બનાવવાની શરૂઆત થઈ. સમયાન્તરે માટીના રમકડા બનાવવા લાગ્યા. માટીનો કુંભ બનાવ્યો. જેથી તે કુંભકાર કહેવાયો. જેનો લોકબોલીમાં ઉચ્ચાર કુંભાર થયો હોય તેમ જણાય છે. મોહન-જો-દડોને હડપ્પાની સંસ્ક્રુતિમાં ખોદકામ દરમ્યાન, માટીના વાસણો મળ્યા છે. આ વાસણો ચાકડા ઉપર બન્યા હોય તેમ માનવાને કારણો છે. આમા કેટલાક માટીના વાસણો ઉપર વ્રૂક્ષો , પુષ્પો, સસલું, બકરી, હરણ, ખિસકોલી વગેરેના ચિત્રો પણ જોવા મળે છે. જ્યારે અન્ય કોઈપણ ધાતુના વાસણૉ બન્યાં નહોતા. ત્યારથી માટીના વાસણો બનવા લાગેલા અને ચિત્રકલા પણ તેમાં જોડાયેલી. આ રીતે કુંભાર એ પ્રથમ કારીગર તરીકે અને ચિત્રકાર તરીકે પણ ખ્યાતિ પામેલા.

૨) ધર્મગ્રંથોના આધારે : વેદ એ હિન્દુ સમાજનો પ્રાચીનતમ ધર્મગ્રંથ છે. વેદોમાં ઘણી જગ્યાએ માટી કલાનું વર્ણન જોવા મળે છે. આ માટીકામ યાગ્નિક બ્રાહ્મણો અને સ્ત્રીઓ કરતી હતી. જેથી કહી શકાય કે જ્યારે વર્ણો કે જાતિ બની નહોતી ત્યારથી કુંભાર અને તેની કલા પ્રચલિત હતી. યજુર્વેદમાં યજ્ઞાદિનું વર્ણન આવે છે. આ વેદમાં પણ માટીની યગ્નવેદીનું વર્ણન મળે છે. જેનો ઉપયોગ યગ્નો માં કર​વામાં આવતો. જેથી તેઓ પ્રજાપતિ ઋષિ તરીકે જાણીતા થયાં. સ્વયં બ્રહ્માજીએ એક માનસપૂત્ર ઉત્પન્ન કર્યો. જેનુ નામ પ્રજાપતિ રાખ​વામાં આવ્યું. સ્વયં બ્રહ્માજીએ યજ્ઞ કર​વાની ઇચ્છા કરી ત્યારે તેમના આ માનસપુત્ર પ્રજાપતિએ યગ્નમાં જરૂરી માટીના પાત્રો બનાવ્યાં અને આ રીતે પ્રજાપતિ એ માટીના વાસણૉ બનાવ​વાની શરૂઆત કરેલી.

  આ પ્રજાપતિ ઋષિની એક પુત્રીથી પ્રભાસ નામનો પુત્ર ઉત્પન્ન થયો જે પ્રજાપતિ ઋષિનો ઉત્તરાધિકરી થયો અને પ્રભાસ પ્રજાપતિ કહેવાયો. અને આ પ્રભાસ પ્રજાપતિનો પુત્ર તે વિશ્વકર્મા પ્રજાપતિ થયા. વિશ્વકર્મા પ્રજાપતિના અનેક પુત્રોમાંથી પાંચ પુત્રો ખૂબ જ પ્રસિદ્ધ થયા. જેમના પુત્રોનું ધંધાને આધારે વર્ગીકરણ થયું - ઓળખ થઈ.

૧) મનુની સંતાન લુહાર કહેવાયા

૨) મયની સંતાન સુથાર કહેવાયા

૩) ત્વષ્ઠાની સંતાન કંસારા કહેવાયા

૪) શિલ્પીના સંતાન શિલ્પકાર​(કુંભાર્) કહેવાયા

૫) દેવેજ્ઞના સંતાન સોની કહેવાયા.

૩) કુંભાર (પ્રજાપતિ) ના ગોત્ર :- પંડિત છોટેલાલ શર્મા(જયપુર્)એ તેમના પુસ્તક જાતનિર્ણયમાં કુંભારોના સેંકડો ગોત્ર લખ્યા છે. મિસ્ટર ડબલ્યૂ, મિસ્ટર ઈથનોવેન વગૅરે અંગ્રેજ લેખકોએ કાસ્ટ એન્ડ ટ્રાઈબ્સ નામનાં પુસ્તકમાં કુંભારોની લગભગ સાતસો જાતિઓ દર્શાવી છે. ભારતભરમાં દરેક રાજ્યમાં કુંભાર - પ્રજાપતિ એ મુખ્ય જ્ઞાતીનામ રહ્યું છે. જ્યારે રાજ્ય​વાર આ જ્ઞાતી ઘણી પેટાજ્ઞાતીમાં વહેંચાયેલી છે.જેમ કે ગુજરાતમાં ગુર્જર​, વરિયા, વાટલીયા, સોરઠીયા, પરજીયા, લાડ​, ખંભાતી, અજમેરી, મિસ્ત્રી, ઓઝા વગેરે પેટાજ્ઞાતીઓ આવેલી છે.

  શિવજીના વિવાહ પ્રસંગે લગ્ન​વેદી માટે માટીના પાત્ર​, કળશ વગેરેની આવશ્યકતા પડી. પરંતુ કુંભારનો કળશ ક્યાં હતો? શિવજી ખૂબ જ પરેશાન થયાં. તેમણે રૂદ્રાક્ષની માળાના એક મણકામાંથી નર​-નારી ઉત્પન્ન કર્યાં.જેમણે માટીનો કળશ વગેરે બનાવ્યાં અને ભગ​વાનના વિવાહ પૂર્ણ કર્યાં. ત્યારથી શિવજીએ આ બંનેને પ્રજાપતિની ઉપાધિ આપી.

     બીજી કથા પ્રમાણે શિવજીના લગ્ન પ્રસંગે માટીની લગ્ન​વેદી, પાત્રો અને કુંભની જરૂર પડી, જે દક્ષરાજાએ પૂરી કરી. મહાદેવજીના લગ્ન સંપન્ન કર્યાં. આથી દક્ષરાજાને પ્રજાપતિની ઉપાધિ મળી અને તેમના વંશજો તે પ્રજાપતિ કહેવાયા.

  પ્રજાપતિની ઉપાધિ : બ્રમ્હાએ સ્રુષ્ટિની રચના કરી અને પ્રજાપતિ કહેવાયા તેમ કુંભારે જુદા જુદા માટીના વાસણો વગેરેની રચના કરી તેથી તે પ્રજાપતિ કહેવાયા.


આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો