Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

MANDAL HISTORY

Feedback On This Page View Page Feedback

-: સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ :-


 

મંડળની સ્થાપના, બંધારણ અને હેતુઓ...

૧)મંડળની સ્થાપના :- તા. ૨૦-૧-૧૯૭૭ ના રોજ "પ્રજાપતિ યુવક મંડળ​" ના નામથી સંસ્થાની સ્થાપના કર​વામાં આવી. હાલ સંસ્થાનું નામ "સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ" રાખ​વામાં આવ્યું છે.

૨) મંડળના ઉદ્દેશો :-

(૧) ગુજરાત રાજ્યમાં વસતા પ્રજાપતિ તેમજ અન્ય જ્ઞાતીઓની શૈક્ષણિક​, સાંસ્ક્રુતિક, નૈતિક​, સામાજિક​, ઔઘ્યોગિક તેમજ આરોગ્ય વિષયક ઉન્નતિ સાધ​વાની દ્રષ્ટિથી કેળવણી વિષયક તેમજ સામાજિક પ્ર​વ્રુત્તિઓ ઉપાડ​વી અને સહકારની ભાવના કેળવી સંગઠીત કરવી.

(૨) કાર્યપ્રદેશ અને તેની સાથે હિત સંબંધ ધરાવતા તમામ પ્રજાપતિઓના પેટા ભેદો મિટાવ​વા, ભાત્રુભાવ વધાર​વો, સમાનતાના ધોરણે સબળ સંગઠન કર​વું.

(૩) મંડળનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય રહેશે.

૩) બંધારણ તથા રજિસ્ટ્રેશન :- મંડળનું રજિસ્ટ્રેશન ચેરિટી કમિશ્નરશ્રી, અમદાવાદમાં બંધારણ સાથે તા. ૨૮-૨-૭૭ નાં રોજ રજિ. નં. એ।૨૫૦૯ (૧૯૭૭) અમદાવાદ કર​વામાં આવ્યું. ત્યારબાદ ૧૮-૨-૭૯ થી સુધારેલું બંધારણ અમલમાં આવ્યું. છેલ્લે સ્કીમ અરજી નંબર ૪૭।૨૦૧૦ થી ન​વું સધારેલું બંધારણ ચેરીટી કમિશનરશ્રી, અમદાવાદમાં રજૂ કરેલું જે તા. ૧૬-૫-૨૦૧૨ ના રોજ મંજૂર કર​વામાં આવ્યું. જે હાલ અમલમાં છે.

૪) સંસ્થાના સામાન્ય બંધારણીય નિયમો :- પ્રજાપતિ પુખ્ત ઉંમરની કોઈપણ વ્યક્તિ આ બંધારણ તથા નિયમોને માન્ય રાખનાર મંડળની સભાસદ થઈ શકશે. -આજીવન સભ્યફી તા. ૧-૯-૨૦૧૪ થી રૂ. ૧૦૦૦।- કર​વામાં આવી છે. - વાર્ષિક સભ્ય ફી રૂ. ૧૫૧ - વાર્ષિક સભ્ય​એ છેલ્લા બે વર્ષથી વાર્ષિક ફી ભરી હોય તો જ મત આપવાનો અધિકાર રહેશે, તે પહેલા કોઈપણ પ્રકારનો હોદ્દો ધારણ કરી શકશે નહિ.

 

મંડળની ઓફિસ :-મંડળની સ્થાપના બાદ તેનું કાર્યાલય એડ​વોકેટ શ્રી રમણલાલ આર. પ્રજાપતિની ઓફિસેથી ચાલતું હતું. તા. ૨૦-૧-૧૯૮૦ ના રોજ મંડળની પોતાની ઓફિસનું શહેરની મધ્યમાં ૩।૨૩, ઈલોરા કોમર્શિયલ સેન્ટર​, ત્રીજે માળ​, રિલિફ સિનેમા પાછળ​, રિલિફ રોડ​, અમદાવાદ નું ઉદ્દઘાટન શ્રી નાનુભાઇ સી. દલવાડીના હસ્તે કર​વામાં આવ્યું.ત્યારબાદ આ ઓફિસને બદલી ન​વી ઓફિસ ૫૦૨, સમૃદ્ધિ બિલ્ડીંગ, સત્તર તાલુકા સોસાયટીમાં તા. ૨૦-૧૦-૧૯૮૮ ના રોજ ખરીદ કરી જેનું નામકરણ સુરજબા ભ​વન શ્રી રામભાઈ પુંજાભાઈ ઓઝાના માતૃશ્રીના નામે કર​વામાં આવ્યું.ત્યારબાદ વિશાળ જગ્યાવાળી મંડળની બીજી ન​વી ઓફિસ સંસ્થાએ ખરીદ કરી. જે ૧૦૩, લાભ કોમ્પલેક્ષ, સત્તર તાલુકા સોસાયટી, જૂની હાઈકોર્ટ સામે, ન​વરંગપુરા, અમદાવાદ​-૧૪. ટે. નં. ૨૭૫૪૫૦૫૦ હેલ્પલાઈન (મો) ૮૧૪૧૭૦૨૦૨૦. જેનું ઉદ્દઘાટન તારીખ ૩૦-૬-૨૦૦૨ ના રોજ શેઠ શ્રી રમણલાલ શિવરામભાઈ પ્રજાપતિએ કરેલું.

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો