Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

651 SAMUH LAGNA (HISTORIC)

Feedback On This Page View Page Feedback

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ 

૬૫૧ સર્વશાખા-ગોળ સમૂહલગ્નોત્સવ : ૭-૧૨-૨૦૦૮


આયોજક સંસ્થા : સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ તથા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજન.

સ્થળ : ગેલેક્ષી ટાઉનશીપ, માધવ રેસિડેન્સીની બાજુ માં, આર. ઍ. ઍફ. કેમ્પ સામે, સરદાર પટેલ રીંગરોડ, વસ્ત્રાલ, અમદાવાદ.

ભોજનદાતા : સમૂહ લગ્નોત્સવનો સંપૂર્ણ ભોજન ખર્ચ ઉદાર દિલ દાતા "શ્રી માધવ ગૃપ, વસ્ત્રાલ" અમદાવાદ તરફથી મળ્યું હતું.

કન્વિનર : શ્રી મોતીભાઇ રેવાભાઈ પ્રજાપતિ, વસ્ત્રાલ અમદાવાદ.

કન્યાદાન : દરેક કન્યને કરિયાવરમાં ગૃહઉપયોગી અને લગ્ન રિવાજમાં જરૂરી તમામ ચીજવસ્તુ આપવામાં આવેલી. આયોજક સંસ્થાઓ તરફથી દરેક કન્યાને પાકતી મુદતે રૂ. ૨૦,૦૦૦ (વીસ હજાર)ના કિસાન વિકાસ પત્ર આપવામાં આવેલ.

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ અન અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજીત સર્વશાખા ગોળ સમૂહલગ્નોત્સવ તા. ૭-૧૨-૨૦૦૮ ના રોજ અભૂતપૂર્વ રીતે સમાજના લાખ્ખો જ્ઞાતિબંધુઑનીહાજરી માં ભવ્ય રીતે ઉજવાયો. પ્રજાપતિ સમાજનો આ ઐતિહાસિક પ્રસંગ નોંધાયો. ગુજરાતના ગામેગામમાંથી કન્યાઓ સમૂહલગ્નોત્સવ માં જોડાઈ. જેની સંખ્યા ૬૫૧ કન્યાઓની થઈ. આયોજક સંસ્થા અન આગેવાનો માટે ઍક ચેલેન્જરૂપ પ્રસંગનું નિર્માણ થયું. જે ચેલેન્જને સંસ્થાના આગેવાનો સર્વ શ્રી દલસુખભાઈ સી. પ્રજાપતિ, શ્રી મુકેશભાઈ આર. પ્રજાપતિ, શ્રી મોતીભાઈ આર. પ્રજાપતિ વગેરેઍ સફળતાપૂર્વક પાર પાડી.

સમાજના ઍકઅદના સેવક જોરાવરનગરના શ્રી નરોત્તમભાઈ ચૌહાણની ટેક હતી કે ઍક માંડવે ૧૦૧ કન્યાઓ ન પરણે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરવા - ખુલ્લા પગે ચાલવું તે ટેક આ રીતે પૂરી કરી. ચાંદીની મોજડીઑ પહેરાવી બહુમાન સાથે ટેક મુક્ત કર્યા.

ગુજરાતભરના પ્રજાપતિ જ્ઞાતિના ગોળ-સમાજો ૬૫૧ સમૂહલગ્નોત્સવમાં ખભેખભા મિલાવી સાથે જોડાયા. ખૂબ જે સારા પ્રમાણમાં આર્થિક સહયોગ આપ્યો અને ધારણા બહારની સંખ્યામાં હાજરી આપી.

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો