Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

SOCIAL ACTIVITY

Feedback On This Page View Page Feedback

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ - સામાજીક પ્રવૃત્તિઓ:


૧) સમાજના સંગઠન માટે બંધુત્વની ભાવના કેળવવા, પરસ્પર સહકારની ભાવના વધે તે માટે વિવિધ મંડળોને ઍક મંચ ઉપર લાવી કામ કરવાના પ્રયત્નો કરવામા આવે છે. અલગ અલગ ગોળ-મંડળોને સાથે લઈ ચાલવાનો અભિગમ છે.

૨) સંસ્થા ના વહીવટ મા વિવિધ ગોળ-સમાજ અને વિસ્તારને પ્રતિનિધિત્વ આપી સૂચારુ વહીવટ ચલાવવાના પ્રયત્નો કરવામા આવે છે.

૩) સમાજના યુવાનો માટે યુવાપાંખ સ્થાપી અનેક વિધ યુવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ધંધો રોજગાર મેળવવા માંગતી વ્યક્તિઓ માટે વિવિધ ક્ષેત્રોમાં સંપર્ક કરી નોકરી આપવા માંગતી સંસ્થા અને નોકરી કરવા માંગતા યુવાનોનુ સંકલન "પ્રજાપતિ મંચ" દ્વારા કરવામાં આવે છે. તે જ રીતે સરકારી જાહેરાતોની માહિતી પણ આપવામા આવે છે.

૪) સમાજના સમુહલગ્નોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

૫) સમાજ કે સમાજની વ્યક્તિઓ ઉપર થતા અન્યાય કે ત્રાસ નિવારણ માટે મંડળ સક્રિય પ્રયત્નો કરે છે.

૬) સમાજની પ્રગતી અને વિકાસ માટે ચિંતન અન માર્ગદર્શન માટે વિવિધ સંમેલનો, સ્નેહસંમેલનો જેમા શિક્ષક સંમેલન, ડોક્ટર્સ-ઍડવોકેટ સંમેલન, લેખકો, કવિઓ અને પત્રકાર સંમેલનો, સમાજના આગેવાનો, ઉધ્યોગપતિઓ વગેરેના સંમેલનો કરવામાં આવે છે.

૭) સમાજની બહેનો દ્વારા જરૂરી સંમેલનો અને માર્ગદર્શન.

૮) મંડળ દ્વારા ક્રાંતિકારી પગલું "વિવાહ ઉત્સુક યુવા મેળો" સમાજમાં સૌ પ્રથમવાર શરૂઆત કરી સમાજ માટે અતિ મહત્વનો કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવેલ છે. જેમાં સરેરાશ ૫૦૦ યુવક-યુવતિ ઉમેદવારો સહકુટુંબ ભાગ લા છે. ચા-પાણી અને જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. બે થી અઢી હજાર જ્ઞાતિજનો હાજરી આપે છે.

૯) આજીવન સેવા ભેખધારી સ્વ. મોહનલાલ માધવલાલ પ્રજાપતિની યાદમાં ઍમના અધૂરા કામને આગળ ધપાવવા "શ્રી મોહનલાલ માધવલાલ પ્રજાપતિ મેરેજ બ્યૂરો" શરૂ કર્યો છે. જે સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે. લોકોનો ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો છે.

૧૦) ઓનલાઇન વેબસાઇટ() જેમાં જ્ઞાતિ-કુટુમ્બોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ માહિતીનો ઉપયોગ સંસ્થા તેમજ સભ્યો દરેક જાતની કૌટુંબિક માહિતી મેળવવા કરી શકશે.

૧૧) સમાજ અને ગૃહજીવન સુમેળ અને શાંતિથી ચલાવી શકાય તે માટે "સુખી દામ્પત્યજીવન શિબિર" યોજવામાં આવે છે.

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો