Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

Event

Feedback On This Page View Page Feedback
View in :
જીપિપિએલ ક્રિકેટ 25-05-2012  

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવા ક્રિકેટ ટૂર્નામેન્ટ - ૨૦૧૨ (જીપીપીઍલ) ૨૦૧૨ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખશ્રી મૂકેશભાઈ આર. પ્રજાપતિની યુવાશક્તિને જાગૃત કરવાની ભાવના સાથે આપણા સમાજની રમતગમત ક્ષેત્રે પડેલી યુવા પ્રતિભાને પ્રકાશમાં લાવી, યુવા સંગઠનની ભાવના કેળવવાના હેતુથી જીપીપીઍલ-૨૦૧૨ (ગુજરાત પ્રજાપતિ પ્રીમિયર લીગ-૨૦૧૨)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગુજરાતભરના પ્રજાપતિ યુવાનોની ૨૫૧ ટીમોઍ ભાગ લીધો. ૬૫૧ વરઘોડીયા સમુહલગ્નવાળી જગ્યામાં ટર્નામેંટનું આયોજન થયું. નોકઆઉટ સિસ્ટમથી ૨૦-૨૦ મેચો રમાડી. શક્ય તેટલા ઓછા સમયમાં સમાપન કરવામાં આવ્યું. ખેલાડીઓની રહેવા-જમવા ની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધ સિરિજ઼, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, તેમજ સૌથી વધારે રન કરનાર, સૌથી વધુ વિકેટ લેનાર અને સૌથી વધુ કેચ કરનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઈનામો, ટ્રોફી ઍનાયત કરવામાં આવ્યાં. ફાઈનલ મેચ જીતનાર ટીમને રૂ. ૫૧,૦૦૦ ઍનાયત કરવામાં આવ્યાં. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપનાં આયોજનથી પ્રભાવિત થઈ ફાઈનલ મેચ માં હાજર રહેવાની સંમતી આપેલી. ફાઈનલ મેચ શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપૂરા, અમદાવાદ ખાતે રમાડવામાં આવી. વિશાળ સંખ્યામાં યુવાનો તેમજ જ્ઞાતિજનોની હાજરી રહી. ૬૫૧ સર્વશાખા-ગોળ સમુહલગ્ન જેવો બનતો ઍક ઐતીહાસીક પ્રસંગ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ ખાતે નોંધાયો. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનુ સંચાલન અને વ્યવસ્થા યુવા કન્વિનર શ્રી રાકેશ ચીનુભાઇ પ્રજાપતિ, નરોડાઍ સાંભળ્યુ. જેમને અન્ય યુવા કાર્યકરો અને યુવા ટીમોનો સાથ સહકાર મળ્યો.  


 

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો